Thursday, December 20, 2007

ગુજરાત

ગુજરાત


ગુજરાત
સ્થાપના દિવસ મે ૧, ૧૯૬૦
રાજધાની ગાંધીનગર
ગવર્નર નવલ કિશોર શર્મા
મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી
ક્ષેત્રફળ ૧૯૬,૦૨૪ કિ.મી.²
વસ્તી
- કુલ
ગીચતા

૫૦,૬૦૦,૦૦૦ (
૨૦૦૧)
૨૫૮/કિ.મી.
વસ્તી વધારો (૧૯૯૧-૨૦૦૧): ૨૨.૪૮%
ભણતર ૭૦% (૨૦૦૧)

ગુજરાત ભારત દેશનું સૌથી વધુ ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં પાકિસ્તાન, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસીત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.

ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧,૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ.

[ફેરફાર કરો] ઇતિહાસ

[ફેરફાર કરો] પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રીકૃષ્ણે ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

[ફેરફાર કરો] ઐતિહાસિક ગુજરાત

લોથલ તથા ધોળાવિરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રીલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.

[ફેરફાર કરો] પશ્ચિમી શાસન

યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટનસુરતમાં એક ફૅક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮ માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. પણ મોટાભાગના ગુજરાતનું અનેક નાના નાના રજવાડાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મરાઠા ગાયકવાડ નો આ રજવાડાંઓમાં સમાવેશ થાય છે. આ રજવાડાંઓ જનતા પર રાજ કરતા પણ અંગ્રેજી હકુમત માનતા.

[ફેરફાર કરો] ભારતની આઝાદી પછીનું ગુજરાત

૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું હતું. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગર પર રાજધાની ખસેડવામાં આવી હતી.

ઇ.સ. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ માં ગુજરાતનાં ગોધરાનાં રેલ્વે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર હિન્દુ રામ ભક્તો પર થયેલા હુમલાઓનાં કારણે કોમી તોફનો થયાં.

[ફેરફાર કરો] ભૂગોળ

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાત નુ વાતાવરણ મૉટે ભાગે શુષ્ક ,અને ઇશાન દીશા માં રણ જેવું છે.ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પહેલા નંબર નૉ લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે.

[ફેરફાર કરો] શહેરો

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ(કર્ણાવતી), અમરેલી,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ અને મહેસાણા નો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે.

[ફેરફાર કરો] કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનું ગીર અભયારણ્ય, ભાવનગર જીલ્લા નું વેળાવદર અભયારણ્ય, વલસાડ જીલ્લા નું વાંસદા અભયારણ્ય , અને કચ્છના અખાત સ્થીત જામનગર જીલ્લાનું સાગર અભયારણ્ય

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બારડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહેલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જીલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.


[ફેરફાર કરો] મહત્વની નદીઓ

નર્મદા, સાબરમતી, સરસ્વતી, તાપી, મહીનદી, વાત્રક, ભાદર, શેઢી, ભોગાવો, શેતલ, શેત્રુંજી વગેરે.


[ફેરફાર કરો] રાજકારણ

આ લખાઇ રહ્યું છે તે સમયે, ૨૦૦૭ માં ગુજરાતના રાજકીય પટાંગણમાંના મુખ્ય ખેલાડીઓ નીચે મુજબ છે.

  1. નરેન્દ્ર મોદી — મુખ્યમંત્રી
  2. પરશૉતમભાઈ ગરવા સામાજીક સમીતીના ચેરમેન, ભુજૉઙી જુથ ગામ પંચાયત. ભુજ


ગુજરાતમાં લાંબા સમયથી
ભારતીય જનતા પક્ષ (ભાજપ) નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કૉંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કૉંગ્રેસની સત્તા કાયમ રહી. પણ ૭૦ના દાયકાના પાછલા ભાગમાં કટોકટી દર્મ્યાન કૉંગ્રેસની લોકમતમાં પડતી થી અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કૉંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું. ૧૯૯૫ ની ચુંટણી માં કૉંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. શંકરસિંહ વાઘેલા ના બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં તે ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી ભાજપ મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઇએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીના હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વ ના સમર્થક નેતા છે. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નિકળ્યા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર ૨૦૦૨ માં થયેલી ચુંટણીમાં ફરીથી તેમની નીમણુંક થઇ અને ત્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠેલા છે. ૨૦૦૪ માં થયેલ લોકસભાની ચુંટણીમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદી ની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાના પર જવાબદારી ઢોળવામાં આવી છે. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપ ની બેઠકો ૨૧ થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કૉંગ્રેસ એ ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી.

[ફેરફાર કરો] અર્થતંત્ર

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજયમાંનુ એક છે, તથા તેની માથાદીઠ જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.

ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરત એ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમી ના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણનું ભંગારખાનું આવેલું છે. આણંદ શહેરમાં આવેલી અમૂલ ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે.મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

[ફેરફાર કરો] શૈક્ષિણક સંસ્થાનો

અમદાવાદમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ પોતાના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૭૦ જેટલા ગુરુકુલોનુ પણ શૈક્ષિણક ક્ષેત્રે ખુબ મોટુ યોગદાન છે.

[ફેરફાર કરો] ગુજરાતી સાહિત્યકારો

નર્મદ જયોતીન્દ્ર દવે અશોક દવે

[ફેરફાર કરો] જન જીવન

અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિન્દૂ ધર્મ પાળે છે અને અન્ય ધર્મો જેવાકે મુસ્લીમ, જૈન, પારસી, અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔધ્યોગીકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો— જેવા કે ઉત્તરભારત ( મુખ્યત્વે બિહાર) અને દક્ષિણભારતમાંથી પુષ્કળ લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

[ફેરફાર કરો] ગુજરાતના જોવાલાયક સ્થળો

  1. સોમનાથ
  2. કનકાઈ-ગીર
  3. પાલીતાણા
  4. પ્રભાસ-પાટણ
  5. પાટણ
  6. ડાકોર
  7. પાવાગઢ
  8. દ્વારકા
  9. અંબાજી
  10. બહુચરાજી
  11. જુનાગઢ
  12. સારંગપુર
  13. વડતાલ
  14. નારેશ્વર
  15. કબીર વડ
  16. ખેડબ્રહ્મા
  17. ઊત્કંઠેશ્વર
  18. સતાધાર
  19. વીરપુર
  20. તુલસીશ્યામ
  21. સપ્તેસ્વર
  22. અક્ષર ધામ
  23. દૂધરેજ
  24. લોયાધામ
  25. વડનગર
  1. દીવ
  2. તુલસીશ્યામ
  3. જુનાગઢ
  4. પાલીતાણા
  5. પાવાગઢ
  6. બાલાસિનૉર
  7. મહેસાણા
  1. સાસણ-ગીર
  2. ડાંગ
  3. વેળાવદર
  4. નળ સરોવર
  1. અમદાવાદ
  2. સુરત
  3. રાજકોટ
  4. વડોદરા
  5. જામનગર
  6. હજીરા
  7. અલંગ
  8. ગાંધીનગર
  1. લોથલ
  2. હાથબ
  1. ચલાલા
  2. જસદણ
  3. ગૉંડલ
  4. બાલાગામ-ઘેડ-(પઢીયાર)

[ફેરફાર કરો] ગુજરાતી વતૅમાનપત્રો

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ


ગુજરાતના જીલ્લાઓ
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર


ઈિતહાસ

1857 ના બળવાનો આંખે દેખ્યો અહેવાલ

લેખક- શ્રી બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકરના લેખનો અનુવાદ.

ભારતની આઝાદીની વાતો આપણને સૌને જ્યાંથી જેવી વાંચવા, સાંભળવા કે જોવા મળી તેવી તમામ વાતોને આપણે સાચી માની લીધી છે. પરંતુ કોઈ પણ સમયનું વર્ણન જ્યા સુધી કોઈએ નજરે જોયેલું કે અનુભવેલનું ના હોય ત્યાં સુધી ગમે તેવું વર્ણન કરવામાં આવે તો તેમાં મનના ઘોડાઓ દોડાવવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો હોય છે. તેવી જ રીતે ભારતની આઝાદીની વાતોમાં ઘણા બધા કિસ્સાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે પરંતુ તેમાં ખાસ કરીને 1857 નો બળવા એ ભારતની આઝાદીની વાતો જ્યારે જ્યારે પણ લખવામાં આવશે કે વર્ણવવામાં આવશે ત્યારે ત્યારે તેનો ઉલ્લેખ સવિશેષ કરવો પડે તેવી રીતે આપણા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. અત્રે એ બળવા વિશેની કેટલીક એકદમ સત્ય હકીકતો જેને આંખે દેખ્યો અહેવાલ પણ કહી શકાય તે રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કરેલ છે.

ભારતવર્ષમાં ઈતિહાસ યા પ્રત્યક્ષ બનાવોના વર્ણન કરવા તરફ બહુ ઓછો રસ લોકોનો રહેલો છે. આપણે મોટે ભાગે પરદેશીઓ તથા વિદ્રાનો તેમજ લેખકોના લેખોને આધારે જ ઈતિહાસ રચવો પડે છે. પ્રાચીન કાળમાં ગ્રીક અને ચીની યાત્રીઓ આવ્યા. મધ્યયુગમાં મુસલમાનો આવ્યા. અને ત્વારીખકારો પોતાના ખયાલો આપણને આપી ગયાં. આપણો ઈતિહાસ રચાયો છે અર્વાચીન યુગમાં આવેલ અંગ્રેજ તથા અન્ય યુરોપીય લેખકો દ્વારા. આ અવસ્થાનો વિચાર કરતાં ભારતીયતાનું અભિમાન ધરાવનાર કોઈના પણ હૃદયમાં ખેદ થયા સિવાય રહેશે નહિ કે આ દેશના નિવાસીઓએ સુસંબદ્ધ ઈતિહાસ લખવા તરફ ઘણું જ ઓછુ ધ્યાન અરે એમ કહો કે નહિવત ધ્યાન આપ્યું છે. જ્યાં સુધી સમકાલીન ભારતવાસીઓ દ્વારા વર્ણવાયેલા અને લખાયેલા અને સાહિત્યના ઉપયોગમાં ન લેવાય ત્યાં સુધી સાચો ઈતિહાસ તૈયાર થઈ શકે નહિ. આ સાહિત્યની શોધ કરવી એ ઈતિહાસભક્ત અને ભારતભક્તનું કર્તવ્ય છે. અંગ્રેજો કે કે એમની પહેલાના મુસલમાનો ગમે તેટલા વિસ્તૃત વર્ણન ભલેને કર્યા હોય પરંતુ તેમના વર્ણન સ્વાભાવિક રીતે એકપક્ષી હોવાના. આને માટે કોઈ જ ઉપાય નથી. દરેક વિદેશી લેખક પોતાના પક્ષનું સમર્થન કરવા તરફ વધારે ધ્યાન આપે છે. તેઓ ત્યાંના લોકોથી, સમાજથી, રીતરિવાજ, અને સંસ્કૃતિથી અપિરિચિત હોય છે. અને ઘણે ભાગે તેમના પ્રત્યે ઘૃણા અને તિરસ્કારની નજરે જુએ છે. અપવાદ હોઈ શકે પરંતુ અપવાદ વડે નિયમ સિદ્ધ કરી શકાય છે. એ કંઈ આશ્ચર્યજનક નથી, પરંતુ સર્વમાન્ય સિદ્ધાંત છે. હર્ષની વાત છે કે ભારતવર્ષના કેટલાયે પ્રાંતોમાં એવા આધારોની પરિશ્રમ પૂર્વક શોધખોળ શરૂ થઈ ગઈ છે.

આ સિદ્ધાંતનું એક જવલંત ઉદાહરણ સને 1857 નું સ્વાતંત્ર્ય યુદ્ધ છે. આ યુદ્ધ જીવંત રાજનીતિમાં ગણાય છે. એક બે ભારતવાસીઓને તેનું ભારતીય દ્રષ્ટિએ વર્ણન લખવાનો પ્રયત્ન કરેયો હતો પરંતુ તેમને તે બદલ કઠોર સજાઓ ભોગવવી પડી હતી. પરંતુ એ તો માનવું જ પડશે કે આ યુદ્ધનું સાચું વર્ણન ભારતીય સમકાલીન લેખક જ કરી શકે. અંગ્રેજોએ હંમેશા પોતાના પક્ષનું જ સમર્થન કરતા રહ્યા છે. પાઠકો કદાચ જાણતા જ હશે કે કેવા કેવા મનોરંજક અને સુંદર વર્ણન અંગ્રેજ યાત્રીઓએ લખેલા છે. એજ વર્ણનો માલસન આદિ સન1857 નો ઈતિહાસ લખાનારાઓને માટે આધાર રૂપ થયા છે કે, માલસન આદિ ઈતિહાસકારોએ અંગ્રેજી દ્રષ્ટિએ સંપૂર્ણ વર્ણન આપ્યું છે. બળવો કોની ભૂલેને પરિણામે થયો, કેવી રીતે વધ્યો, કેટલા અંગ્રેજો મરાયા, કેટલા બચી ગયાં, અંગ્રેજોએ કેવી વીરતા દેખાડી, લખનઉં, દિલ્હી વગેરે સ્થાનો કેવી રીતે પાછા મેળવાયા ઈત્યાદિ બાબતોનું સરસ વિવેચન કર્યું છે. પરંતુ ભારતવાસીઓનો વિચાર એ વર્ણનોમાં ભાગ્યે જ ક્યાંક મળે છે. યુદ્ધ પહેલા તેમના વિચારો કેવા હતાં, તેમાં શા માટે પરિવર્તન થયું, બધા એકઠા કેવી રીતે થયાં, ઝાંસીની રાણીએ કેવી વીરતા દેખાડી, નાના સાહેબ, લખનઉંના નવાબ વગેરે શું કરતા હતાં, એ આવશ્યક બાબતોનું વિવેચન એ ગ્રંથોમાં બહું ઓછું જોવા મળે એ સ્વાભાવિક છે. અંગ્રેજ સેનાપતિઓ દ્વારા કરાયેલા ભીષણ હત્યાકાંડોના અને લૂંટફાટના વર્ણન એ ગ્રંથોમાં પૂરા મળવા અઘરા જ છે. તેને માટે ભારતીયોએ લખેલા વિશ્વાસપાત્ર વર્ણનો શોધવાની જરૂર છે. એવી સામગ્રી એકઠી થયાં પછી આ ચિરસ્મરણીય યુદ્ધનો ઈતિહાસ લખી શકાશે.

અમને ખબર છે ત્યાં સુધી બળવાનું કોઈ સુસંબદ્ધ સમકાલીન ભારતવાસીનું વર્ણન હજુ સુધી પ્રાપ્ત થયું નથી. આવું વર્ણન જો સરળ અને નિષ્પક્ષ હોય તો તો વળી વધારે સારું. સમકાલીન લોકોમાંથી ભાગ્યે જ કોઈએ આ યુદ્ધનું વર્ણન લખવાનો વિચાર કર્યો હશે અથવા લખ્યું હશે. આ યુદ્ધ તરફ ભયના માર્યા બહું થોડા ઈતિહાસકારો ધ્યાન આપે છે. તેથી તેની શોઘખોળ પણ થતી નથી. આવી અવસ્થામાં મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી. ચિંતામણિ વિનાયક વૈદ્યજીએ એક સમકાલીન પ્રેક્ષક(બળવાનો ભાગીદાર) ના લખેલા વર્ણનની શોધ કરીને દેશ ઉપર સાચે જ મોટો ઉપકાર કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વર્ણનને છપાયે આજે આટલા વર્ષો થઈ ગયા છતાંયે કોઈએ આ તરફ ધ્યાન ધર્યું નથી. આ ગ્રંથને દેશના ઈતિહાસનાં મહત્વપૂર્ણ સાધનોમાં માનીને અમો તેનો થોડો ઘણો સાર આપવાનો અત્રે નમ્ર પ્રયત્ન કરીએ છીએ.

શ્રી. વૈદ્યજીએ આ ગ્રંથ સને 1907 માં અકસ્માત મૂળલેખકના વંશજોને ત્યાં પડેલો જોયો હતો. તેની ઉપયોગિતા એક ઈતિહાસ શોધક જ જાણી શકે છે. તેમણે આ પુસ્તકને ધ્યાનથી જોયું અને વાંચ્યું. અને અત્યંત મહત્વપૂર્ણ સમજીને ઈતિહાસ રચનારાઓ અને વાચકોના ઉપયોગ માટે તેને શુદ્ધ કરીને પ્રસિદ્ધ કર્યું. પછી જ્યારે લોકો તેમને મૂળ ગ્રંથની પૂછપરછ કરવા લાગ્યા ત્યારે તેમણે મૂળ હસ્તલિખિત પ્રત પૂનાના ભારત ઈતિહાસ સંશોધક મંડળમાં આપી દીધી હતી જેથી જે કોઈ પણ તેને જોવા ઈચ્છે તેઓ ત્યાં જઈને જોઈ શકે.

લેખક પંડિત વિષ્ણુભટ્ટ પૈસા કરમાવવા માટે યુદ્ધના સમયમાં ઉત્તરભારતમાં ગયા હતાં. તેમનું નિવાસસ્થાન બરસઈગાંવ (જીલ્લો ઢાકા) માં હતું. સ્મરણશક્તિ સારી અને લેખનશક્તિ મનોરંજક હોવાથી તેમણે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. લખવાની પદ્ધતિ ઘણી સરળ, અહંકારરહિત, અને મનોહર છે. એમ જણાય છે કે આ વર્ણન લેખકે પોતાના ઈષ્ટમિત્રોને બળવાની તથા પોતાની યાત્રાની હકીકત સંભળાવવા માટે લખ્યું હતું. બિઠૂર અને ગ્વાલિયરના થોડાક વૃત્તાન્ત સિવાય બાકીના બધા બનાવો પ્રેક્ષકે જાતે પોતાના આંખોએ જોયેલા છે. નાના સાબેહ અને ગ્વાલિયાની હકીકત ત્યાનાં જાણકાર લોકો પાસેથી તે જ સમયે મળી હતીં, તેથી તેના અધિકાંશને વિશ્વાસપાત્ર માનવો જોઈએ.

આ ગ્રંથથી આપણને બીજો એ પણ ફાયદો થઈ શકે છે કે તે સમયની અને વર્તમાનસમયની ધાર્મિક અને સામાજિક અવસ્થાનું અંતર થોડું ઘણું જણાઈ આવે છે. લેખકે મહારાષ્ટ્ર જતા વચ્ચેના પ્રાતોનું ખૂબ સુંદર વર્ણન કરેલ છે. આગળ કાનપુર અને પ્રયાગના પણ વર્ણન છે. ખાસ કરીને બળવા વખતના અને ત્યારપછીના ઝાંસીનું આટલું વિશ્વાસપાત્ર સંપૂર્ણ તથા રોચક વર્ણન બીજે ક્યાંય મળતું નથી. અર્થાત્ એમ કહેવું યોગ્ય છે કે પુસ્તકમાં રાણી લક્ષ્મીબાઈ અને ઝાંસીનું જ વર્ણન પ્રધાનપણે છે. તેથી પુસ્તકનું મહત્વ વધી જાય છે.

શરૂઆતમાં લેખકે પોતાના વંશનો અને ગામનો પરિચય આપ્યો છે. તેનો જન્મ ગોડસે નામના મહારાષ્ટ્રના બ્રાહ્મણકુળમાં થયો હતો. પિતાનું નામ બાલકૃષ્ણ હતું. ગોડસે કુળ વિદ્વાન અને યાજ્ઞિક બ્રાહ્મણોનું હતું. બાલકૃષ્ણ પંત પહેલા પેશ્વાઓને ત્યાંથી આશ્રય પામતા હતાં. બાજીરાવના બિઠૂર દેશનિકાલ થયા બાદ પોતાના ગામ બરસદમાં આવીને વસ્યા. પરંપરાગત જમીનમાં બહુ ભાગલા પડી જવાથી નિર્વાહ પૂરતી ખેતી જ રહી હતીં. બાલકૃષ્ણ પંતને ત્રણ પુત્ર હતા. વિષ્ણુભટ્ટે એક વિદ્વાન બ્રાહ્મણ પાસે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું અને સારી વિદ્વતા પ્રાપ્ત કરી હતી. પરંતુ ઘરની સ્થિતિ સારી નહોતી. પરિવાર ભારે મુશ્કેલીઓ વચ્ચે પસાર થઈ રહ્યો હતો.

સન 1857ના પ્રારંભમાં વિષ્ણુભટ્ટ કોઈ યજમાનના કામને માટે પૂના ગયા હતાં. ત્યાં સાંભળ્યું કે શ્રીમતી બાયજાબાઈ સિંધિયા મથુરામાં સર્વતોમુખ યજ્ઞ કરાવનાર છે. અને દક્ષિણના કેટલાય વિદ્રાનોને નિમંત્રણ મોકલ્યા છે. ઘર ઉપર દેવું ઘણુ હતું. એટલે તેમણે નિર્ણય કર્યો કે ઉત્તર - યાત્રામાં કંઈક પ્રાપ્ત કરીને દેવું ચૂકવીશું. તેમને પોતાના ગુરૂની અને પોતાની યોગ્યતા ઉપર પૂરતો વિશ્વાસ હતો. ગ્વાલિયારમાં સિંધિયા સરકારને ત્યાં તેમના એક સંબંધી હતાં, તેમને પૂછપરછ પણ કરી, પરંતુ પિતાજીએ આજ્ઞા ન આપી. તેમનું કહેવું એવું હતું કે ત્યા આપણા લોકો બહુંજ ઓછા છે. રસ્તો કઠિન છે, લોકો ભાંગ અને ગાંજો પીનારા હોય છે તથા ત્યાની સ્ત્રીઓ માયાવી હોય છે. પરંતુ વિષ્ણુભટ્ટે આશા છોડી નહિ. તેમને બધી રીતે સમજાવ્યા અને પ્રતિજ્ઞા કરી કે હું સંયમપૂર્વક રહીશ. રૂપિયાની જરૂર પણ હતી. તેમના કાકા પણ સાથે આવવા તૈયાર થયા. કાકા ઘણા દિવસો સુધી બ્રહ્માવર્તમાં પેશ્વાઓની યજ્ઞશાળાના અધ્યક્ષ રહી ચૂક્યા હતાં. તેમનો અનુભવ તેમને તેમના પરિચય માર્ગમાં ઘણો મદદરૂપ થાય તેમ હતો જ. પેશ્વાઓના કુલગુર કર્વે પણ તેમની સાથે જતા હતાં, તેમની સાથે બંન્ને કાકો- ભત્રીજો ઉપડયા.

પ્રેક્ષક (વિષ્ણુભટ્ટ) પહેલા પુના આવ્યા. તે સમયે લોકો બળદગાડીમાં યાત્રા કરતાં હતા. કેટલાક લોકોએ મળીને એક ગાડીનો બંદોબસ્ત કરી લીધો હતો અને ચૈત્ર -પંચમીએ (માર્ચમાં) પૂના છોડ્યું. પ્રેક્ષકે યાત્રા લાભોનું અને પ્રાકૃતિક દ્રષ્યોનું ઉત્સાહપૂર્વક વર્ણન કર્યું છે. અહમદનગર, માલેગામ, ધુળિયા થઈને આ યાત્રીઓ સાતપુડાના પર્વતોમાં પહોંચ્યા. સાતપુડાનું વન અને તેની શોભા જોઈને પ્રેક્ષકને ખૂબ જ આનંદ થયો. વસંતના દિવસો હતા. બિલીના અગણિત વૃક્ષો જોઈને બધા આનંદીત થયાં. કેમકે શિવપુજાને માટે તેનાથી વઘારે ઉત્તમ વસ્તુ બીજી કોઈ હોઈ જ ના શકે ? છ છ કોસને અંતરે આવેલી સરકારી ધર્મશાળાઓમાં મુકામ કરતાં કરતાં યાત્રીઓ મહૂની છાવણી પાસે આવ્યા. એક ધર્મશાળાઓમાં ગોઆ તરફના બે સૈનિકો મળ્યા. સુખદુઃખની વાતચીત થઈ. સૈનિકોએ જણાવ્યું કે આજથી ત્રીજે દિવસે દુનિયામાં રાજ્યક્રાન્તિ થઈને લૂંટફાટ થશે. ગભરાઈને લોકો કારણ પૂંછવા લાગ્યાં. સૈનિકોએ કહ્યું - આજ સુધી અંગ્રેજોએ ઠીક રીતે રાજ્ય કર્યું. પરંતુ હવે તેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. તેઓ નવી બંદુકો લાવ્યા છે. તેના કારતૂસોને દાંતથી તોડવા માંગે છે. એક દિવસ છાવણીમાં એક બ્રાહ્મણ સિપાઈ કુવા પાસે સ્નાન કરવા ગયો, તો ત્યાં કોઈ ચમારે તેની પાસે પાણી પીવા માટે લોટો માંગ્યો. બ્રાહ્મણે કહ્યું કે લોટો અપવિત્ર થઈ જશે. તેથી ચમાર બોલ્યો કે, એ ! તમે લોકો નાતજાતની શેખી મારો છો, હાલમાં જે કારતૂસ બને છે તેમાં ગાય અને સૂવરની ચરબી હોય છે. અને અમેજ તેને તૈયાર કરીએ છીએ. એ કારતૂસ તોડતી વખતે તમારી નાતજાત ક્યાં જતી રહે છે ? બંન્ને વચ્ચે મારપીટ સુધી વાતચીત જતી રહી. ઘણા માણસો એકઠા થયાં. આ સમાચાર સર્વત્ર ફેલાઈ ગયાં. હિન્દુ અને મુસલમાન બંન્ને વિફરી ઉઠ્યા. સમસ્ત ભારતભરમાં વીજળી વેગે આ સમાચાર ફેલાઈ ગયાં. બધાએ ભેગા મળીને કારતૂસ લેવાનો ઈન્કાર કરી દીધો. તે સમયે નવા આવેલા સાહેબે હુકમ આપ્યો કે જે સિપાઈઓ કારતૂસ લેવા ઈચ્છતા હોય તેમને રાખવા અને બાકીના લોકોના વિષે પાછળથી નિર્ણય કરવામાં આવશે. અંગ્રેજોની ઈચ્છા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની છે. તેમણે કલકત્તામાં બધા રજવાડાઓની સભા બોલાવી, તેમાં વિધવા-વિવાહ વિરૂદ્ધ કેટલાયે ઠરાવો પસાર કર્યા. બધા રાજાઓ નાખુશ થઈને ચાલ્યા ગયાં. તે સમયે જ ઉપસ્થિત લોકોએ અને સેનાએ નકકી કર્યુ કે એક નક્કી કરેલા દિવસે અંગ્રેજોને હટાવીને પોતાના ધર્મની રક્ષા કરવી. તે દિવસ આજથી ત્રીજો દિવસ છે. અમે અમારા ઘર-પરિવાર પાસે પાછા જઈએ છીએ.

પ્રેક્ષક અને બીજા યાત્રીઓ ભારે વિસામણમાં મુકાઈ ગયાં. સિપાઈઓએ કહી દીધું કે 10 મી જુન સુધીમાં મહૂ પહોંચી જજો. તેઓ મહૂથી એક માઈલ દૂર સવારમાં પહોંચ્યા. તોપ અને બંદુકોના અવાજો સંભળાયા. યાત્રીઓ ગભરાઈ ગયાં. છાવણી પાસે જતાં બસો ત્રણસો સિપાઈઓએ આવીને તેમને ઘેરી લીધા. બધાના હોશ કોશ ઉડી ગયાં. પરંતુ આપણા પ્રેક્ષકે ખુબ જ હિંમતપૂર્વક તેમને જણાવ્યું કે પોતે યાત્રાળુઓ હતા અને ગ્વાલિયરમાં યજ્ઞાર્થે જઈ રહ્યા હતા એટલે સિપાઈઓએ તેમને પોતાની સાથે રાખ્યાં. અને બધી આવશ્યક ચીજો આપી. કોઈ પણ પ્રકારની તેમની પાસે કમી નહોતી. કેમ કે પ્રેક્ષક વધુમાં જણાવેછે કે બળવાખોરો ભારે ધર્મભક્ત હતાં. એ લોકોને કોઈ પણ પ્રકારે સિપાઈઓથી શરીરને છોડાવીને આગળ વધવાની ચિંતા હતી. પ્રેક્ષકે અંતે પોતાના એક પરિચિત સુબેદારને પ્રાર્થના કરી કે, ઉજજન પાસે છે, તેથી અમને જો ત્યાં સુધી પહોંચાડી દેશો તો આપની બહુ કૃપા થશે. આજ સુધીના આપના સાથ અને સહકારથી અમને ખૂબ જ આનંદ થયો છે. સુબેદારે ખૂબ જ પ્રેમથી એ બ્રાહ્મણોને બબ્બે રૂપિયા દક્ષિણા આપીને વિદાય કર્યાં. અને ઉજજન સુધી પોતાના માણસોને મોકલ્યા. ઉજજન જઈને યાત્રીઓએ સાંભળ્યું કે ધારના પંવાર- વંશના વૃદ્ધ રાજાનું મૃત્યું થયું છે. અને તેના મૃત્યું પછીની ક્રિયામા લાખો રૂપિયા દાન આપવાના છે. ઉજજનથી હજારો બ્રાહ્મણો જઈ રહ્યા છે. આ લોકો પણ સમારંભ જોવા માટે ચાલી નિકળ્યાં. ધારમાં ગયા તો જોયું કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. રહેવાને માટે કોઈના ઘરમાં સ્થાન મળવું મુશ્કેલ હતું. એ લોકોએ એક સોની ને ત્યાં ગયા તેણે ના પાડી છતાં પણ સામાન ત્યાં રાખ્યો અને તેને કોઈને કોઈ પ્રકારે રાજી કરી લીધો. દાનવિધિ જોવાની રજા લઈને કાકો-ભત્રીજો દાન શાળામાં ગયાં. બસો બ્રાહ્મણોને હાથી-ઘોડા, સુવર્ણ-શૈયા દાસી વગેરે વગેરે દાનમાં આપ્યાં. રાજમહેલની બહાર હજજારો બ્રાહ્મણો એકત્ર થયા હતાં. તેમને દાન નહોતું મળતું તેથી તેઓ દાન લેનારાઓ ઉપર ઈર્ષ્યા કરી રહ્યા હતા. પ્રેક્ષક લખે છે કે - દાસીદાન લેનારની ભારે કફોડી હાલત થતી હતી. પણ જો કોઈ સુંદર અલંકાર યુક્ત દાસી કોઈ ગમાર બ્રાહ્મણને મળી હોય અને તેનું એ સરઘસ બહાર આવ્યું હોય તો તો પછી પૂછવાની વાત જ નહોતી ? ચારે બાજુએથી અવાજો થતાં હતાં. એ ભીડને લીધે નીકળતા નીકળતાં તેઓ શરમના માર્યા નીચું જોઈ રહ્યા હતાં. જો દાસી ઠગારી હોય તો તે જાણી જોઈને ધીમે ધીમે ચાલતી હતીં, તેથી તે બિચારો બ્રાહ્મણ વઘારે હેરાન-પરેશાન થઈ જતો હતો.

ધારમાં ગ્વાલિયરથી પત્ર મળ્યો કે બળવો તરતમાં શાંત થશે નહિ. અમારા પચીસ ત્રીસ સિપાઈઓ આવે છે. તેમની સાથે આવજો. એટલે કે સિપાઈઓ સાથે સારંગપુર થઈને ગ્વાલિયર પહોંચ્યાં. યજ્ઞ બળવાને લીધે બંધ રાખવામાં આવ્યો. પરંતુ ઉપસ્થિત તમામ અતિથિઓના સત્કારનો પ્રબંધ સારી રીતે કરવામાં આવ્યો હતો. ગ્વાલિયરના બળવાના ફેલાવાની ખબર રોજ મળતી હતી. વિવિધ પ્રકારના લોકો પોતાના વિચારોમા હતાં. બધા લોકોની નજર સિંધિયા અને હોલ્કરના નિર્ણય તરફ હતી. દિવાન દિનકરરાવ અંગ્રેજોના પૂર્ણ પક્ષપાતી હતાં. બ્રહ્માવર્તા ઘણા લોકો પણ આવતા હતાં. તેમના દ્વારા ખબર મળી કે કાનપુરના સૈનિકોએ બળવો કર્યો છે. અને બાજીરાવના નાના પુત્ર નાના સાહેબને આગેવાની લેવાની વિનંતી કરી છે. કેમ કે બીજો કોઈ હિંદુઓનો આગેવાન થઈ શકે તેમ નહોતું. નાના સાહેબે આ આગેવાની સ્વીકારી લીધી. આ સ્વીકૃતિનું ઘણું સુંદર વર્ણન પ્રેક્ષકે આપ્યું છે.

એક દિવસ આપણા યાત્રીઓ સવારમાં ઉઠીને જુએ છે કે ગ્વાલિયરમાં ચારે બાજું ગરબડ મચેલી છે. ત્યારે ખબર પડી કે તાત્યા ટોપી નાના સાહેબ તરફથી સિંધિયાની મદદ માંગવા આવ્યા હતાં. તેણે સિંધિયાની ચાર પલટનોને પોતાના પક્ષમાં કરી લીધી છે. પ્રેક્ષક વધુમાં લખે છે કે મે તાત્યાને બજારમાં જોયો હતો. મહારાજા સાથે તેને મેળાપ થયો હતો. તેણે ઓછામા ઓછી જે સહાયતા માંગી હતી તેમાં ઘોડા, ઉંટ, અને બળદના રૂપમાં હતી. સિંધિયાએ આ શરતનો સ્વીકાર કર્યો પછી તાત્યા ટોપી ગ્વાલિયર છોડીને કેટલાંયે સ્થાનોમાંથી મદદ લેતો લેતો ગયો.

નાના સાહેબે હુમલો કરીને કાનપુર લઈ લીધું. તોપોનો ખૂબ મારો ચલાવ્યો. ભારે સમારોહપૂર્વક તેમનો કાનપૂરમાં પ્રવેશ થયો. અને તેના માનમા આખા નગરમાં આનંદોત્વસ ઉજવવામાં આવ્યો. પ્રેક્ષક લખે છે કે 25 વર્ષ પહેલા હિન્દુ ધર્મની અવસ્થા આજ કરતાં ભિન્ન પ્રકારની હતી. તે સમયે લોકોમાં ધર્મશ્રદ્ધા વધારે હતી. આજ કાલ કેવળ કારતૂસોને કારણે સેનામાં બળવો થઈ રહ્યો છે જે કદી પણ થવો ના જોઈએ.

ત્યાર પછી પ્રેક્ષકે કાનપુરમાં પ્રસિદ્ધ ખૂનોનું વર્ણન આપેલું છે. એક દિવસ અંગ્રેજ સ્ત્રીઓ અને બાળકોને ભરેલી એક હોડી પ્રયાગ તરફ જતી હતીં. સિપાઈઓએ નાના સાહેબ પાસે તેમના ઉપર ગોળી ચલાવવાની રજા માંગી. પરંતુ નાના સાહેબે સ્ત્રીઓ અને બાળકોને મારવાની કોઈ જરૂર નથી તેમ કહીને રજા ન આપી. અંગ્રેજોના દુર્ભાગ્યે તે હોડી ગંગાની રેતમાં ફસાઈ ગઈ. તોપચીએ તેના પર ગોળા ચલાવ્યા. હોળી બળી ગઈ. અને માત્ર 10 સ્ત્રીઓ, 3 બાળકો અને 4 માણસો જ બચ્યાં. તેઓને કેદ કરવામાં આવ્યાં. બ્રહ્માવર્તમાં 60 સ્ત્રીઓ અને બાળકો પહેલાથી જ કેદ હતાં. તેમના ઉપર ચોકી કરવા માટે 25 પહેરેદારો રાખવામાં આવ્યા હતાં. તે તમામ કેદીઓને શૌચાદી (કુદરતી હાજતે) માટે ગંગાને કિનારે લઈ જવામાં આવતા હતાં. એ અંગ્રેજ સ્ત્રીઓમાં એક સ્ત્રી ખૂબ જ ચતૂર હતી. તેણે એક ભંગિયણને રૂપિયા આપીને પોતાની તરફ ભેળવી લીધી. સંકેત અનુસાર તેણે શૌચ પછી એક પત્ર ત્યાંજ મૂકી દીધો. પરંતુ આ ઘટના એક પહેરેગીર જોઈ ગયો અને ભંગિયણને પકડીને નાનાસાહેબ સમક્ષ હાજર કરી. ભંગિયણે કબૂલ કરી લીધું અને પત્ર વાંચતા માલૂમ પડ્યું કે તેમાં અંગ્રેજોને અમૂક સમયે કાનપુર ઉપર હુમલો કરવાનું કહેવામાં આવ્યું હતું. આથી આ બધા સિપાઈઓ ગુસ્સે થઈ ગયા અને તમામ સ્ત્રીઓને મારી નાખવી જોઈએ કેમ કે વખત આવે તેઓ દગો દેશે, નાના સાહેબે સ્ત્રીઓને મારવાનો ઈન્કાર કર્યો. પરંતુ સિપાઈઓએ ક્રોધમાં આવીને કાંઈ સાંભળ્યું નહિ અને બધી સ્ત્રીઓ અને બાળકોની કતલ કરી નાંખી.

ગ્રંથકાર લખે છે કે આ કતલથી જ યુદ્ધમાં નિષ્ફળતા મળી, કેમ કે છત્રપતિ શિવાજી આદિ મહાપુરુષોએ હંમેશા શત્રુઓની સ્ત્રીઓનું સન્માન સાચવ્યું હતું. તેથી તેમની ઉન્નતી થઈ હતીં. અને ગમે તો આ અપરાધ તેમની સંમતિની વિરૂદ્ધ ભલેને થયો હોય પરંતુ આ કતલથી અશ્વત્થામાં જેવા નાનાસાહેબ ઉપર સદાને માટે કલંક લાગી ગયું. બધા લોકોએ આ બનાવનો વિરોધ કર્યો.

આને 15 દિવસ થયા પછી અંગ્રેજોએ ચારે તરફથી કાનપુરને ઘેરી લીધું. જબરી લડાઈ થઈ, નાના સાહેબ, રાવસાહેબ વગેરે એ ખૂબજ વીરતાથી પરાકાષ્ઠા બતાવી દીધી. પરંતુ દશ અગિયાર દિવસ પછી તેમને બ્રહ્માવર્ત છોડવું જ પડ્યું. કારણ કે અંગ્રેજોની તોપો સામે તેમનું લશ્કર ટકી શક્યું નહી. પોતાના પરિવારને લઈને તેઓ લખનઉ તરફ ચાલી નીકળ્યાં. આ તરફ અંગ્રેજોએ કાનપુર લઈને કત્લે આમ ચલાવી. બ્રહ્માવર્ત પણ લઈ લીધું. ત્યાં પણ ભયંકર લૂંટ અને કતલ ચાલી. જે પુરૂષ જોવામાં આવ્યો તેને મારી નાંખ્યો. અંગ્રેજોએ બધા નાગરિકોને લૂંટયાં. હજારો માણસો મરાયા. અને નગરે રૈદ્રરૂપ ધારણ કર્યું. નાના સાહેબના સુંદર મહેલ અને મંદિર તોડી નાખવામા આવ્યાં. ત્રણ દિવસ પછી સેનાપતિની આજ્ઞાથી કતલ અને લૂંટ બંધ કરવામાં આવ્યાં, લખનૌ લઈને અંગ્રેજોએ તેને એ જ પ્રકારે લૂંટ્યું. આ તરફ કાનપૂરથી નાસી છૂટેલા તાત્યા ટોપે કાલપી તરફ આવ્યો અને કાલપી ઉપર હુમલો કરીને તેનો કબજો મેળવી લીધો. તેણે સારી સેના એકત્ર કરી અને રાવસાહેબ (બાજીરાવના એક પુત્ર) ને આગેવાન બનાવીને કાલપી પ્રદેશ કબજામાં રાખ્યો.

પ્રેક્ષકને આ સમાચાર ગ્લાવિયરમાં મળતા ગયાં. હવે ગ્વાલિયરમાં રહીને જીવ અકળાઈ ગયો હતો. તેથી તેમણે ક્યાંક બીજે જવાનો વિચાર કર્યો. સૌથી સારું સ્થાન ઝાંસી હતું. કારણ કે મહાપરાક્રમી રાણી લક્ષ્મીબાઈનું રાજ્ય હતું, અને તેમના દરબારમાં કેટલાય પરિચિત સજજનો પણ હતાં. કાર્તિક સુદી પાંચમને દિવસે કાકો ભત્રીજો ઝાંસી તરફ રવાના થયાં.

ઝાંસીનું વર્ણન કરતા પહેલા લેખકે તેનો પૂર્વ ઈતિહાસ આપ્યો છે. ઝાંસી શહેરનું પણ ભારે અને રોચક વર્ણન કરવામાં આવ્યું છે. પ્રેક્ષકને રાણી લક્ષ્મીબાઈનો પૂરો પરિચય હતો, કારણ કે ભામાજી પહેલા પેશ્વાઓની યજ્ઞશાળામાં અધ્યક્ષ રહી ચૂક્યા હતાં. ત્યાં લક્ષ્મીબાઈના પિતા તેમના શિષ્ય હતાં. તેથી ઝાંસીમાં તેમનો સારો સત્કાર થયો અને સ્થાન પણ ઉત્તમ હતું. તેઓ લક્ષ્મીબાઈના ખાસ સેવકોમાં થઈ ગયાં. ઝાંસીવાળીના જીવનની હકીકત અને રહેણીકરણી, રાજયવ્યવસ્થા વગેરેનું પૂરૂ વર્ણન પ્રેક્ષકે આપ્યું છે. ઝાંસીમાં બળવો થયાં પછી અંગ્રેજો સાથે દસ અગિયાર દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને અંતમા તેમનો વિજય થયો. નગરમાં ભયંકર લૂંટફાટ ચાલી. જેમાં બિચારા પ્રેક્ષકેને પણ લૂંટવામાં આવ્યો. ઝાંસીની આ લૂંટ અને કતલનું વર્ણન એટલું હૃદયકારી અને રોમાંચકારી છે કે બધી ધટના તમારી આંખો સમક્ષ હાજર થઈ જાય છે. લૂંટ પછી પ્રેક્ષકે ઝાંસીથી બે ત્રણ માણસો સાથે નાસી છૂટ્યો. કાલપીના રસ્તામા સમાચાર મળ્યા કે ચરખાટીમાં અંગ્રેજો સાથે પેશ્વાને યુદ્દ થયું. અને પેશ્વા હારી ગયા. રસ્તામાંજ તેમને ધૂળથી ભરેલી ઝાંસીવાળી સાથે તેમને મેળાપ થયો. રાણી સાહેબાને ખૂબ જ તરસ લાગી હતી. વાતચીત કરતાં તે તેને ઓળખી શકી, કારણ કે લૂંટમાં તે બિચારો સર્વસ્વ ગુમાવી ચૂંક્યો હતો. એ લોકોએ લક્ષ્મીબાઈને પાણી પાવા માટે કુવામાં દોરી નાખવા પ્રયત્ન કર્યો, પરંતુ આવા સમયે પણ તે વીરસ્ત્રીની ધર્મભાવના ગઈ નહિ. ઝટ ઘોડા ઉપથી ઉતરીને કહ્યું કે આપ વિદ્રાન બ્રાહ્મણ છો આપને કષ્ટ દઈને હું પાણી પીવા ઈચ્છતી નથી. તેણે પોતાના હાથે પાણી ખેંચીને પોતાની તરસ છીપાવી. અને એ આશ્રિતોને કાલપી આવવાનું આમંત્રણ આપીને ઘોડો દોડાવી મૂક્યો. કાલપીમાં રાવ સાહેબ અને તાત્યા ટોપી એકઠા થયાં હતાં. ત્યાં પણ અંગ્રેજો સાથે ધોર યુદ્દ થયું અને ભારતવાસીઓની હાર થઈ. બિચારાઓને કાલપીથી પણ જાન બચાવીને ભાગવું પડ્યું. માર્ગમા કેટલાયે સ્થાનોએ લૂંટારાઓની સામે થતાં થતાં કોઈ પણ પ્રકારે બ્રહ્માવર્ત પહોંચ્યા. ત્યાં નગરવાસીઓને યુદ્ધ અને લૂંટની બધી હકીકત કહી. બ્રહ્માવર્તથી યાત્રાને માટે તેઓ ચિત્રકુટ ગયાં. પરંતુ ત્યાં પણ બળવો તેમની પાછળ ભુતની જેમ લાગ્યો હતો. બળવામા અંગ્રેજોએ ચિત્રકુટને નારાયણરાવ પેશ્વા (નાના સાહેબના એક ભાઈ) ના હાથમાં મૂકીને ભાગ્યા હતાં. નારાયણરાવની જાગીર પણ એ જ હતી. હવે એ જ સમયે જનરલ હિટલોકે આવીને તેને પણ ગિરફ્તાર કરી લીધો. તેનું ઘર લૂંટવામાં આવ્યું. કરોડોની અમૂલ્ય સંપત્તિઓ સિપાઈઓ ઉઠાવી ગયાં. દેવતાઓની મૂર્તિઓ પણ બાકી રાખી નહિ. અરે પાણી ખેંચવાની દોરી સુદ્ધા તેઓ ઉઠાવી ગયાં.

વાસ્તવમાં નારાયણરાવને ત્યાં પૂષ્કળ પ્રમાણમાં ધન રાખેલું હતું. આ લૂંટની બાબતમાં માલસેને લખ્યું છે કે મહેલના ભંડારોમાં અપાર સંપત્તિ, રત્ન અને હિરા સિપાઈઓની આટલા દિવસની મહેનતના પુરસ્કારના રૂપે રાખવામાં આવ્યા હતાં. આ બાબતમા પાછળથી સર હ્યુજોન અને જનરલ હિટલોકમાં જ ઝઘડો થયો હતો જે છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો. નારાયણ રાવ પાસે બીજા ગરીબોનું ધન રાખવામાં આવ્યું હતું તે પણ લૂંટાઈ ગયું. બિચારા અનાથ નિર્ધન થઈ ગયાં. તેમની સ્ત્રીઓના શરીર ઉપર જે ધરેણાં હતા તે પણ સિપાઈઓની લૂંટમાંથી બચ્યા નહિ. ખાસ વાત તો એ છે કે નારાયણરાવે બળવામાં કશો ભાગ લીધો ન હતો. ચિત્રકુટમાં યજમાનવૃત્તિ કરીને કેટલાક રૂપિયા મેળવીને પ્રેક્ષક બાંદા ગયાં. વળી રસ્તામાં કેટલીક મુશ્કેલીઓની સામે થવું પડ્યું અંતે પાછા ફરીને તેઓ જાલૌન પહોંચ્યા. ત્યાં ગ્વાલિયરથી આવેલા એક બ્રાહ્મણ પાસેથી ત્યાંના સમાચાર જાણ્યા. કાલપીની હાર પછી ઝાંસીવાળી અને રાવસાહેબ આદિ કેવી રીતે ગ્લાવિયર પહોંચ્યા. અને ત્યાંથી સિંધિયા નાસી ગયાં. તથા કેવી રીતે અંગ્રેજો સાથે વીરાંગના લક્ષ્મીબાઈનું યુદ્દ થયું તેમાં તેણે કેવી રીતે બહાદુરી પૂર્વક લડીને વીરગતિ પ્રાપ્ત કરી, આ યુદ્ધ ગ્વાલિયર પાસે મુરારમાં થયું હતું, એ બાબતો તેને ત્યાંજ જાણવા મળી, એ યુદ્દમાં ભારતવાસીઓ હારી ગયાં. પ્રેક્ષકના અભિપ્રાય પ્રમાણે રાણીના મૃત્યુથી ભારતવાસીઓની સાક્ષાત્ વીરતાનો અંત આવ્યો.

જાલૌનમાં પ્રેક્ષકનો રસ્તો ફરીથી બદલાયો. તે પાછા ફરીને ફરીથી નારાયણરાવ પેશ્વાને ત્યાં આવ્યાં. તેઓ કેદમાં ગયાં હતાં. પરંતુ રોજ તે સો બસો રૂપિયા તેમને ખર્ચ પેટે મળતા હતાં. તેમાંથી કંઈક દાનમાં આપતા હતાં. અહીથી તે સૂર્યદંડ તીર્થ ગયો. ત્યા અકસ્માતે રાવ સાહેબ વીસહજાર બળવાખોરો સાથે આવ્યાં. આ બ્રાહ્મણોને પણ તેમની સાથે લઈ ગયાં. રાવસાહેબ બળવાખોરો સાથે રાજપૂતાનામાં જયપૂર, બૂંદી, કોટા વગેરે રાજ્યો પાસેથી કર લેતા લેતા ફરવા લાગ્યા. કોટાની નીચેના એક રાજાને બળવાખોરો સાથે યુદ્ધ પણ કર્યું, પરંતુ તેને હારીને નાસવું પડ્યું. પ્રેક્ષકે એક એવી ઘટના વર્ણવી છે કે જે રાવસાહેબના ઉજવળ ચરિત્ર ઉપર પ્રકાશ ફેંકે છે. રાજાના નાઠા પછી બળવાખોરોએ આ નગરનો કબજો લીધો. રાજાનો ખજાનો રાવસાહેબે પોતાના હાથમાં લીધો. રાજાની સ્ત્રીઓ તથા મહેલની અન્ય સ્ત્રીઓ એક ઓરડામાં અંદરથી બારણા બંધ કરી ને બેઠી હતી. ત્યારે રાવસાહેબે જણાવ્યું કે અમે ધર્મને માટે યુદ્ધ કરનારાઓ છીએ. હું રાજાની માતાને મારી માતા અને રાજની સ્ત્રીઓને મારી બહેનો સમજું છું. આપ નિશ્ચિત પણે બહાર આવો. આ આશ્વાસનથી બધી સ્ત્રીઓ બહાર આવી. રાવસાહેબે તેમનો આદર સત્કાર કર્યો. રાજાના પુત્રને ગાદીએ બેસાડ્યો અને તે નગરમાંથી ચાલી નીકળ્યો.

બળવાખોરોને દક્ષિણ તરફ જતાં જોઈને પ્રેક્ષક બ્રહ્માવર્ત તરફ પાછા ફર્યા. વચ્ચે તેમને કેટલીયે મુશ્કેલીઓ સામે થવું પડ્યું હતું. કોલેરાની બિમારીથી તેમને વચ્ચેના ગામમાં કેટલાક દિવસો સુધી રોકાવવું પડ્યું હતું. પછી યાત્રા કરતા વચમાં કાકાશ્રીના પરિચયમાં બે બ્રહ્માવર્તના બ્રાહ્મણો મળ્યા. તેઓ બંન્ને રાવસાહેબ અને તાત્યા ટોપી સાથે ગયા હતાં. તેમણે બળવાખોરોના સંબંધના તમામ સમાચાર આપ્યા. તેનો મતલબ એ છે કે બળવાખોરો નર્મદા તરફ ગયાં. અંગ્રેજોની ફોજ તેમની પાછળ પડી હતી તેથી તેઓ જલ્દીથી નદી ઓળંગવા લાગ્યાં. પરંતુ વરસાદની ભરતીથી રસ્તો જલ્દી મળ્યો નહિ. અંતે એક ઘણા વૃદ્ધ શુદ્રને રૂપિયા આપીને નદીપાર ઉતરવાનો વિચાર કર્યો અને બધી ફોજ સામે પાર ગઈ. અંગ્રેજો નદી પાર જઈ શક્યા નહિ. બળવાખોરોને નિઝામ પાસેથી મદદની આશા હતી, પરંતુ તેમના દુત નિરાશાજનક સામાચાર લાવ્યા. એટલે લાચાર થઈને બધી ફોજ પાછી ચાલી પરંતુ હવે સંગઠન ઢીલું પડી ગયું હતું. દરેક સિપાઈ પાસે જે લૂંટના રૂપિયા ભેગા થયા હતાં તે લઈને તેઓ નાસી જવા ઈચ્છતા હતાં. અંગ્રેજોની માફીની ઘોષણાથી સેંકડો સૈનિકો છૂટા થઈને ચાલી નીકળ્યાં. આ અવસ્થા જોઈને એ બંન્ને બ્રાહ્મણઓ પણ ત્યાંથી નાસી છૂટ્યાં અને રસ્તામાં તેમને પ્રેક્ષકનો ભેટો થયો. પ્રેક્ષકનું બળવાનું વર્ણ અહી સમાપ્ત થાય છે. તેમ છતાં આના પછી સારાંશ માટે તેણે પોતાની વ્યક્તિગત યાત્રાનો વૃત્તાંત સંક્ષેપ્તમાં આપ્યો છે. બ્રહ્માવર્તથી બેલસિયાના રાજાની સુવર્ણ તુલામાં ભાગ લઈને અયોધ્યા થઈને એ લોકો કાશી પહોંચ્યા. કાશીથી પ્રયાગ આવ્યાં. ત્યાથી ગંગાજળની કાવડ ઘેર લઈ જવાનો નિશ્ચય કરીને એક કાવડ કરી લીધી. આ એક પ્રકારનું વ્રત છે. તેમાં પોતે જાતે પગે ચાલીને ગંગાજળ લઈ જવાનું હોય છે. તે ગંગાજળ લઈને બ્રહ્માવર્ત, ગ્વાલિયર, ઝાંસી, સાગર કૂંચ અને હુશંગાબાદ પહોચ્યાં. રસ્તામાં ગંગાજળના ભારથી ઘણું દુઃખ પડ્યું. પણ પ્રેક્ષકે પોતાનું વ્રત પૂર્ણ કર્યું. હુશંગાબાદથી એ લોકો ફરી કંઈક પ્રાપ્તિની આશાએ ઈન્દોર ગયા. ઈન્દોરથી હુશંગાબાદ અને નાસિક થઈને પછી ત્રણ વર્ષ બાદ પ્રેક્ષક પોતાને ઘેર પહોંચ્યો.